સોમવાર, 24 ઑક્ટોબર, 2016

Project Booklet

નમસ્કાર મિત્રો.
એક નવો વિચાર આવ્યો,
જે આપ સૌ સાથે શેર કરૂ છું.
જે લોકો ને વાંચવાનો શોખ છે,
પણ આજની દોડધામ ભરી જિંદગીમાં
વ્યસ્તતાનાં લીધે વાંચી નથી શકતા એ લોકો માટે ઉપયોગી એવો આ પ્રોજેક્ટ છે.
વિગતો નીચે આપી છે.
પ્રોજેક્ટ બુકલેટ
અઠવાડિયે એક વાર અથવા સમયાંતરે એક પુસ્તક ની ટૂંકી લેખિત માહિતી તથા 10 થી 15 મિનિટ ની ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી વોટ્સએપ દ્વારા લોકોને પહોંચાડવી.

*ફાયદો*
વાંચનનો શોખ હોય પરંતુ સમયના અભાવે વાંચી શકાતું ન હોય ત્યારે આ ફક્ત 10 થી 15 મિનિટની ઓડિયો કલીપ વડે
પુસ્તકમાં શું છે ?
પુસ્તક કેવું છે ?
વિષય વસ્તુ શું છે ?
કોના માટે લખાયું છે ?
પોતાનું વસાવવું કે નહિ ?
વગેરે જેવી માહિતી પ્રાપ્ત થઇ શકે.
આ પ્રોજેક્ટ માં જોડાવા માટે...
આપનું નામ તથા શાળા-કોલેજ અથવા ગામ કે શહેરના નામ સાથે "પ્રોજેક્ટ બુકલેટ" એવું લખી મારા વોટ્સએપ નંબર 9974102117 પર મેસેજ મોકલી આપશો. અને આ નંબર આપનાં કોન્ટેક્ટ લિસ્ટ માં સેવ કરી રાખશો.
જેમ કે,
નીરવ જાની
કુમારશાળા / રાજુલા
"Project Booklet"
7 દિવસમાં આપને મારા બ્રોડકાસ્ટ લિસ્ટમાં એડ કરી દઈશ અને ત્યાર બાદથી આપને પુસ્તક ની ઓડિયો કલીપ નિયમિત મળતી થશે.
આ મેસેજ એવા લોકો સુધી જરુર પહોંચાડો જે પુસ્તક પ્રેમી છે અને નવું નવું વાંચવા માંગે છે...
આભાર.
નોંધ : આ માટે કોઈ ગ્રુપ નહીં બને.
ફક્ત બ્રોડકાસ્ટ લિસ્ટ જ બનશે.
તેથી "મને ગ્રુપમાં એડ કરો" અથવા "હજી કેમ ગ્રુપ નથી બનાવ્યું ?" જેવા પ્રશ્નો ન પૂછવા વિનંતિ.
આપ સૌનું વાંચન શુભ રહે... _/\_ 
www.niravjani.in

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.