AdSense

Sunday, 18 February 2018

ફેબ્રુઆરી 18

     જ્યારે તમે પ્રેમ અને સમજ પ્રગટ કરો છો ત્યારે તે શતગણા થઈને તમને પાછા મળે છે.
તમે જ્યારે ટીકા અને નકારાત્મક વલણનો પ્રવાહ વહાવો છો ત્યારે અે પણ શતગણા થઈને તમારા ભણી પાછાં આવે છે.
તમારી અંદર ઊંડાણમાં જે રહેલું છે તે જ તમારા બાહ્ય જીવનમાં પ્રગટ થાય છે.
તમે તમારો અસંતોષ,
તમારો અણગમો,
તમારા દુઃખ કષ્ટ સંતાડી નહિ શકો, કારણકે વહેલામોડા તે બહાર ગૂમડાં ની જેમ ફૂટી નીકળશે , અને ત્યારે તેની વાઢકાપ  કરવી પડશે.
વિષનો તો જેમ વહેલો નિકાલ થાય તેમ સારું અે કરવાનો શીઘ્ર અને ઉત્તમ ઉપાય તમારા આખેઆખા વલણને બદલી નાખવાનો છે.
આ વિષાક્ત, નકારાત્મક, ટીકાત્મક વિચારોને સ્થાને શુદ્ધ પ્રેમ, સંવાદિતા અને સમાજના વિચારો મૂકો.
અે તો ઘણી ઝડપથી કરી શકાય તેવું છે.
તમારે હતાશા અને સંતાપમાં ડૂબ્યા રહેવાની જરૂર નથી.
જાત માટે ખેદ અનુભવવામાં તમારે અમૂલ્ય સમય બગાડવાની જરૂર નથી.
તમારી પરિસ્થિતિ વિશે તમે કંઇક કરવાની ઈચ્છા કરો છો ત્યારે તમે તે તરત જ  કરી શકતા હો છો.
પરિવર્તન તો આંખ ના પલકારામાં આવી શકે છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

Saturday, 17 February 2018

ફેબ્રુઆરી 17

     તમે જ્યારે તમારું સર્વસ્વ મને સમર્પી દેવા રાજી થા છો અને પોતાની પાસે કશું જ રાખતાં નથી, ત્યારે એકેએક જરૂરિયાતની અદ્ભુત રીતે પૂર્તિ થાય છે અને તમારું જીવન ભરપુરતામાં વહે છે, કારણ કે તમે મને બધું અર્પી દો છો ત્યારે તમે પુરને ખાળી રાખતા દરવાજા ઉઘાડી નાખો છો.
આ નિયમને તમારામાં સર્વાંગપણે એટલો આત્મસાત કરો કે એમ કરતાં  છેવટે અે તમારા અસ્તિત્વના ભાગરૂપ બની જાય, જેથી તમે સમગ્ર જીવનના તાલ સાથે સ્પંદિત  થાઓ અને તમને અખીલાઈનો અર્થ સમજાય, સમગ્ર સાથે એટલે કે મારી સાથે સૂર મેળવવાનો અર્થ સમજાય.
સમગ્ર સર્જનનો સ્રષ્ટા હું છું, સમગ્ર જીવનની અખીલાઈ હું છું.
તમારી ચેતનાને ઊચે લઈ જાઓ અને નિશ્ચે જાણો કે હું તમારી અંદર છું, કે આ અખીલતા અહીં તમારી અંદર છે અને તમારી  પોતાની મર્યાદિત ચેતના સિવાય બીજુ કશું જ એની અદ્ભુત તથી  તમને અળગા કરી શકે નહિ.
તો પછી  એને મોકળી મૂકી વિસ્તારવા કા જ દો?
ચેતનાના અે વિસ્તારને કશું અટકાવે નહિ તે જુઓ -  ત્યાં સુધી કે છેવટ જ્યારે તમે સ્વીકારી શકો કે હું તમારી ભીતર છું અને તમે મારી ભીતર છો ને આપણે એક છીએ.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

Friday, 16 February 2018

ફેબ્રુઆરી 16

     જીવનમાં જે મહત્વની બાબતો છે તેના વિશે તમે શું કરો છો?
તમારા મૂલ્યો બરોબર છે?
થોડો સમય કાઢીને સ્થિર શાંત બેસો, મૌનમાં જાઓ, તમારા ઇરાદાઓને ઓળખો અને તે ઉંચામાં ઊચા છે કે નહિ તે જુઓ.
માત્ર તમે જ એ કરી શકો, બીજું કોઈ અે તમારે માટે કરી શકે નહિ.
એનો અર્થ કદાચ એમ પણ થાય કે તરત ને તરત જવાબ ન મળે તો પણ તમે મારી આજ્ઞામાં રહો.
તમારે કદાચ બહુ મહત્વના પાઠ શીખવવા હોય, જે તમે શાંત સ્થિર થઈને મારી આજ્ઞામાં રહેવા દ્વારા જ શીખી શકો -  ખાસ કરીને તમે અધીરા ને હકથી માગણી કરતાં જીવ હો ત્યારે.
પોતાને માટે બહાનાં શા સારું શોધવા જોઈએ?
સૈદ્ધાંતિક રીતે તો તમને બધા જવાબોની ખબર છે.
હવે અે સમય આવી ગયો છે કે તમે અે અમલમાં મૂકો અને તમારે માટે અે કંઈ રીતે કામ કરે છે તે જુઓ.
તમે જાતે એની કસોટી નહિ કરો ત્યાં સુધી તમે જીવન માટેના અતિ મહત્વના આ પાઠ કદી નહિ શીખી શકો.
એના વિશે વિચારવામાં સમય બગાડવાનું બંધ કરીને અત્યારે જ અે કરવા માંડો તો! સાચા મૂલ્યો શીખો,પ્રથમ બાબતને પ્રાથમિકતા આપો, તમારી અંદર અને  તમારી અ દ્વારા મને કામ કરવા દો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.